Hall Booking

● હોલ ભાડે રાખવાના નિયમો ●

  1. ભાડે મિલકતનો વપરાશ ભાડે છે. જેમાં મિલકતના જે તે ભાગનો તેમજ પાર્કિંગ જગ્યાનો સમાવેશ થાય છે. ભાડામાં સફાઈ ખર્ચ તથા વીજળી ખર્ચનો સમાવેશ થતો નથી. અલગથી ચૂકવવો રહેશે. વાહનનું પાર્કિંગ વ્યવસ્થિત થાય અને વાહનવ્યવહાર સરળ રહે તે માટે હોલ ભાડે રાખનારને સ્વખર્ચે સિક્યોરિટી ગાર્ડ રાખવો ફરજિયાત રહેશે.
  2. હોલ એક દિવસ માટે એટલે કે સવારે ૧૨ વાગ્યાથી બીજા દિવસે રાત્રે ૧૧ વાગ્યા સુધી ગણાશે. પ્રસંગની રાત્રે ૧૧.૦૦ વાગે હોલનો કબજો પરત આપવાનો રહેશે. જો વધુ સમય માટે ઉપયોગ કરવો હોય તો વધારાનો ભાડો લેવામાં આવશે.
  3. હોલ ભાડે રાખવા માટે બુકિંગ વખતે ડિપોઝિટની સંપૂર્ણ રકમ ચૂકવવી ફરજિયાત રહેશે. કોઈપણ પ્રકારની ઉધાર વ્યવસ્થા આપવામાં આવશે નહીં.
  4. હોલ ભાડે રાખ્યા બાદ કોઈપણ કારણસર પ્રસંગની તારીખથી ૩૦ દિવસ પહેલાં બુકિંગ રદ કરવામાં આવે તો કુલ ડિપોઝિટમાંથી ૨૫ ટકા રકમ જપ્ત કરવામાં આવશે. જો ૩૦ દિવસની અંદર બુકિંગ રદ કરવામાં આવે તો કુલ ડિપોઝિટમાંથી ૫૦ ટકા રકમ જપ્ત કરવામાં આવશે. બાકી રકમ માત્ર ચેક દ્વારા જ પરત કરવામાં આવશે.
  5. હોલ ભાડે રાખ્યા બાદ હોલની નોંધણીનો હક તથા ભરેલ ડિપોઝિટની રકમ કોઈપણ વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકાશે નહીં.
  6. હોલના ઉપયોગ દરમ્યાન કોઈપણ પ્રકારનું નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી હોલ ભાડે રાખનારની રહેશે અને નુકસાનની રકમ ભરપાઈ કરવી પડશે.
  7. હોલમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી નહીં. જો આવી પ્રવૃત્તિ જોવા મળશે તો હોલ તરત જ રદ કરવામાં આવશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
  8. હોલમાં ધુમ્રપાન, દારૂ, પાન-મસાલા, ગુટકા વગેરેનો ઉપયોગ સખત મનાઈ છે.
  9. હોલનો ઉપયોગ માત્ર મંજૂર પ્રસંગ માટે જ કરવાનો રહેશે. અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવો નહીં.
  10. હોલ ભાડે રાખનારના તમામ આમંત્રિત મહેમાનોના સર્વ પ્રકારના સરસામાનની જવાબદારી તેમની પોતાની રહેશે. આ અંગે સંસ્થા કોઈપણ પ્રકારની જવાબદારી લેશે નહીં.
  11. સંસ્થાની મિલકત / હોલના વપરાશ દરમ્યાન સંસ્થાની મિલકતને કોઈપણ પ્રકારનું નુકસાન થાય અથવા કોઈ વસ્તુ ગુમ થાય તો તેની સંપૂર્ણ જવાબદારી હોલ ભાડે રાખનારની રહેશે અને જે તે નુકસાનની ભરપાઈ કરવી પડશે.
  12. સંસ્થા પાસે જે વીજ પુરવઠો ઉપલબ્ધ છે તે જ વીજ પુરવઠાનો ઉપયોગ કરી શકાશે. વધારાના વીજ પુરવઠાનો ઉપયોગ કરવો અગ્રહ્ય છે. જો વધુ વીજ પુરવઠાનો ઉપયોગ કરવામાં આવશે અને તેનાથી નુકસાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી હોલ ભાડે રાખનારની રહેશે.
  13. હોલના વપરાશ દરમ્યાન જુગાર રમવો નહીં. તેમજ દારૂ કે અન્ય કોઈપણ પ્રકારના પ્રતિબંધિત નશીલા પદાર્થોનો ઉપયોગ કરવો નહીં. જો કોઈ ગેરકાયદેસર / પ્રતિબંધિત કામ થશે તો હોલ ભાડે રાખનાર તથા તે વ્યક્તિ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
  14. હોલ ભાડે રાખનાર સરકારશ્રીના નિયમો તથા સ્થાનિક પ્રશાસનના નિયમોનું પાલન કરવા બાધ્ય રહેશે. ગરબા કે અન્ય કોઈપણ સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે લાઉડ સ્પીકરનો ઉપયોગ પોલીસ પરવાનગી વગર કરવો નહીં. પોલીસ પરવાનગીની નકલ સંસ્થાના કાર્યાલયમાં જમા કરાવવી ફરજિયાત રહેશે.
  15. હોલમાં માત્ર શાકાહારી ભોજન જ રાખી શકાશે. તેમજ બિનશાકાહારી અથવા કોઈપણ પ્રકારની શિથિલ વસ્તુઓ લાવી શકાશે નહીં અને તેનો ઉપયોગ કરી શકાશે નહીં.
  16. ઉપરોક્ત હોલના નિયમો અંગે સંસ્થાનો નિર્ણય અંતિમ ગણાશે, જે તમામને બંધનકારક રહેશે.

કાર્યાલયનો સમય

સવારના ૮.૦૦ થી ૧૨.૩૦ અને સાંજે ૪.૦૦ થી ૬.૩૦

બુધવારે રજા રહેશે.

Booking Form


Yes
No