Who We Are
About Shree Sarkhej Chaturvedi Modh Brahman Gnati Samast Trust
આપણે સૌ શ્રી ક્ષેત્ર - સરખેજની પુનીત પાવન ધરતીના પુણ્યશાળી સંતાનો છીએ. સરખેજ શબ્દ શહરખેજ પરથી બન્યો છે.. શહરખેજ એટલે ઉગતો સૂર્ય. બીજો અર્થ સર+ખેજ એટલે “ઉન્નત મસ્તક રાખનાર ખુમારીવાળો યુવાન” સરખેજનું નામ અને આસપાસના અવશેષો જોતા એમ લાગે છે કે સરખેજ ઘણું પ્રાચીન અને ભવ્ય જાહોજલાલીવાળું સમૃદ્ધ ગામ હશે. શ્રી સરખેજની ધરતીએ સંતો- મહંતો, સન્યાસીઓ શ્રેષ્ઠ કલાકારો, વિદ્વાન શિક્ષકો, સ્વાતંત્ર્ય સેનાનીઓ, નિષ્ઠાવાન અધિકારીઓ, ધર્માનુરાગી આચાર્યો આપ્યા છે.એમના થકી શ્રી સરખેજગામ તેમજ સમસ્ત મોઢ બ્રાહ્મણ સમાજ અંત્યંત ગૌરવની લાગણી અનુભવે છે. શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના આપણા પરમ વંદનીય પૂર્વજોએ આપણને ભવ્યાતિભવ્ય વારસો આપ્યો છે અને આજની નવી પેઢીએ પોતાના પુરુષાર્થ અને સુઝબુઝથી તે વારસાને ઉજ્જવળ બનાવ્યો છે.ઘણા સમયથી આપણી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની આર્થિક, ધાર્મિક, અને સામાજિક પ્રગતિ ઉત્તરોત્તર થતી રહી છે અને થતી રહેશે..આજે શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ આપ સર્વે સુજ્ઞ જ્ઞાતિબંધુઓને ખુબજ પ્રેમ અને અંત્યંત આદરપૂર્વક આવકારે છે.