Gnati News

સાંસ્કૃતિક કાર્યક્રમ - ૨૦૨૪

Published on 05-10-2024 12:38 PM

સાંસ્કૃતિક કાર્યક્રમ - ૨૦૨૪

શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ

શ્રી સરખેજ ચાત્તુંર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ દ્વારા ખુબજ મહત્વની પહેલ કરવામાં આવી છે. આપણા ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમના દિવસે તા. ૨૮-૦૯-૨૦૨૪ ને શનિવારના રોજ આપણા ટ્રસ્ટની વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.

URL— https://sarkhejmodhbrahman.com

આજે સમગ્ર દુનિયામાં ટેક્નોલોજીનો વ્યાપ ખુબજ વધી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના રોજીંદા જીવનમાં સોસિયલ મીડિયાનો ઉપયોગ કરીને સતત બધાના સંપર્કમાં રહી શકે છે.

શ્રી સરખેજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના આપણા જ્ઞાતિબંધુઓ હવે સરખેજની બહાર દેશ-પરદેશમાં વસે છે. આ સંજોગોમાં આપણે સર્વે જ્ઞાતિબંધુઓ એકબીજાના સંપર્કમાં રહી શકીએ. માઈલો દૂર હોવા છતાં ભાઈચારો જળવાઈ રહે, સમસ્ત જ્ઞાતિના સરખેજ તેમજ દેશ-પરદેશના સમાચાર મળતા રહે, બ્લોગ દ્વારા પોતાના વિચારોની અભિવ્યક્તિ થઇ શકે, આપણી સંસ્કૃતિ તથા આપણી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ અને પરંપરાનો નવી પેઢીને ખ્યાલ આવે તેમજ આવા અનેક હેતુઓસર આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે.

આ વેબસાઇટમાં મુખ્યત્વે:

  • [૧]. આપણી જ્ઞાતિ, સરખેજ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનો ઈતિહાસ, તથા આપણી સંસ્થાઓ વિષે માહિતી આપી છે.
  • [૨]. આપણી જ્ઞાતિની વસ્તી ગણત્રી કરીને લેટેસ્ટ માહિતી સાથેની “પરિવાર પરિચય પુસ્તિકા” - GNATI MEMBERS ની વિગત મુકવામાં આવી છે. આ માહિતી અધૂરી હોઈ શકે છે. છેલ્લા ૩ વર્ષથી સુધારા માટે ઘણા પ્રયાસ કર્યાં છે, પરંતુ કોઈ કારણસર ઘણા બધા જ્ઞાતિબંધુઓ સુધારા નથી કરાવી શક્યા. હવે વેબસાઇટમાં આપેલ ઈમેલ દ્વારા સુધારા-વધારા મોકલવા વિનંતી છે.
  • નોધ: સલામતીના કારણે જન્મ તારીખ, સરનામું અને મોબાઈલ નંબર ના કોલમ છુપાવેલ છે.

  • [૩]. ટ્રસ્ટી મંડળની વિગતો.
  • [૪]. ફોટો ગેલેરી.
  • [૫]. હોલ બુકિંગ તથા સંપર્કની માહિતી આપેલ છે.

ખાસ સૂચના:

  • ૧. લગ્નની ઉમર અને લગ્નની ઈચ્છા ધરાવતા યુવક - યુવતીઓની માહિતીના અભાવના કારણે મેટ્રિમોનીયલ સાઇટ વેબસાઇટમાં એડ કરેલી નથી. ટૂંક સમયમાં તેનું ફોર્મ વેબસાઇટ પર મુકાશે.
  • ૨. આ આપણી શરૂઆત છે. હજુ ઘણા ફીચર્સ અને વિગતો ઉમેરવાની બાકી છે. તમારા યોગ્ય સૂચનો આવકાર્ય છે.
  • આ અંગે સંસ્થા ના પ્રમુખ શ્રી બીપીનભાઈ ત્રિપાઠી તથા મંત્રી શ્રી કિરીટભાઈ ત્રિપાઠીનો સંપર્ક કરવો અથવા contact માં આપેલ ઈમેલ પર સૂચનો/સુધારા મોકલવા.

આભાર