દાન
શ્રી સરખેજ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ સમસ્ત ટ્રસ્ટ સમગ્ર જ્ઞાતિના કલ્યાણ માટે કાર્યરત છે. મુખ્યત્ત્વે શિક્ષણ સહાય, મેડિકલ સહાય, જરૂરિયાત મંદ મહિલાઓને સહાય તેમજ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો તેમજ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ સઘળા કાર્યક્રમો કરવામાં જ્ઞાતિબંધુઓની અસીમ સહકારની જરૂર પડે છે અને આવો સાથ અને સહકાર સતત મળતો રહ્યો છે.
જ્ઞાતિ બંધુના અનન્ય સાથ સહકારથી આપણે અભૂતપૂર્વ કહીશકાય એવા કોમ્યુનિટી હોલનું નિર્માણ કરી શક્યા છીએ. આ ઉપરાંત આપણા કાયમી પ્રોજેક્ટને પહોંચી વળવા મોટાપાયે નાણાંની જરૂર પડે છે જેથી સર્વ જ્ઞાતિજનોને અવિરત દાનનો પ્રવાહ સતત ચાલુ રાખવા નમ્ર અપીલ કરીએ છીએ.
જ્ઞાતિમાં નીચેના હેતુમાટે દાન સ્વીકારવામાં આવે છે:
1. બિલ્ડીંગ ફંડ
2. શૈક્ષણિક સહાય - શિષ્ય વૃત્તિ
3. મેડિકલ સહાય
4. મહિલા સહાય
5. કુટુંબ કલ્યાણ સહાય
જેમાં, રૂ. ૧,૦૦,૦૦૦/- આપવાથી કોમ્યુનિટી હોલમાં ફોટો મુકવામાં આવશે તથા રૂ. ૫૦,૦૦૦/- નું અનુદાન આપવાથી કોમ્યુનિટી હોલમાં તકતી મુકવામાં આવશે. સામાન્ય રીતે આપ જેકાંઈ રકમ ઉપર જણાવેલ હેતુ માટે આપશો તો તે સ્વીકાર્ય છે.
આપના સાથ અને સહકારની અપેક્ષા સાથે
સમસ્ત ટ્રસ્ટી મંડળ